ધાનેરા માં દુઘમંડલી નાં પગાર તારીખ સમયે ઉપરા-ઉપર બે લૂંટ ની ઘટના સામે આવતા તાલુકા નાં લોકો માં ફફડાટ ફેલાયો છે, બીજી બાજુ ધાનેરા પોલીસ નાં પેટ્રોલીગ સામે અનેક સવાલો લોકોનાં મુખે ચર્ચિત બન્યા

ધાનેરા,

ધાનેરા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલ હોવાથી હર પંદર દિવસે કરોડો રૂપિયા પશુપાલક ના ખાતા માં આવતા હોય છે જે કેટલીક ચોર ટોળકી પશુપાલક નાં હાથ માંથી રૂપિયા લઈ ને ફરાર થયાની અનેક ઘટના સામે આવી છે. ત્રણ ચાર દિવસ પહેલા દૂધ ડેરી નો મંત્રી પણ ભોગ બન્યો હતો. જેના cctv ફૂટેજ સામે આવવા છતાં પોલીસ હવામાં ફાંફા મારી રહી છે, ત્યારે દેના બેકમાં પાક ધિરાણ ભરવા આવેલા શૈલેષભાઇ જોશી પાસે રહેલ કપડાં ની થેલી માંથી ગઠિયા એ પતરી મારી 50 હાજર ની ચિલ ઝડપ કરી ફરાર થઈ જવા પામ્યો છે. દેના બેંક ની અંદર ઉભેલા ગ્રાહક ની થેલી માંથી રૂપિયા ઉઠાવી ગયા. ગઠિયા છતાં ધાનેરા પોલીસે માત્ર ને માત્ર અરજી લઈ તપાસ કરવાનું આશ્વાસન આપ્યું. ખુલ્લેઆમ અને ધોળા દિવસે રૂપિયા ની ઉઠાંતરી થઈ રહી છે છતાં પોલીસ એવી પરિસ્થિતિમાં સતત પેટ્રોલિંગ ના દાવા કરતી ધાનેરા પોલીસ સામે ઉઠી રહ્યા છે. પગાર તારીખે પેટ્રોલિંગ માં પોલીસ એલર્ટ રહે તો આવી ઘટના કઈ રીતે બને ? હવે ધાનેરા પોલીસ આ લૂંટ કરતી ટોળકી ને પકડી વધુ લૂંટ થતી રોકે છે એ જોવાનું રહ્યું.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર બનાસકાંઠા

Related posts

Leave a Comment