ઢસા જં.કન્યા શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું

ઢસા,

આજરોજ શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી દીકરી ને લક્ષ્મી નું રૂપ માનવામાં આવે છે. દીકરી જયારે જન્મ લે છે એ પેહલા ઈશ્વર એના નસીબ નું રોઝી આપી દે છે ઈ સત્ય છે તો આજરોજ ઢસા જં. કન્યા શાળા મા અભ્યાસ કરતી સામાન્ય પરિવાર માંથી આવતી દીકરી પાયલબેન એ. રૂદાતલા એ સંત્રાત પરીક્ષા મા સારા માર્ક્સ મેળવીને ગુજરાત ના પ્રતિભા શાળી વિદ્યાર્થી તરીકે રાજ્ય સરકાર દ્વારા સન્માન પ્રાપ્ત કરેલ છે લોકડાઉન ના કારણે શાળા બન્ધ હોય જેથી આજરોજ આ દીકરી ના ઘરે જઈને તેમના માતા પિતા તથા પરિવાર ની હાજરી મા શાળા ના શિક્ષક પ્રવીણ ભાઈ મકવાણા તથા મનોજભાઈ તથા તલાટી ક્રમ મંત્રી રવિભાઈ ખેર ના હસ્તે આ દીકરી ને રાજ્યમાંથી મળેલ પ્રમાણપત્ર તથા બેઇઝ એનાયત કરવામાં આવ્યા રિપોર્ટર આસિફ એમ રાવાણી ઢસા

Related posts

Leave a Comment