હુસૈની હોસ્પિટલ દ્વારા વિસ વીઘા વિસ્તારમાં મફત કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, આનંદ

   હાડગુડ વિસ વિઘા વિસ્તારમાં હુસૈની હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સર્વે રોગોની સારવાર તેમજ દવા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી અને સાથે સાથે નોવેલ કોરોના વાઈરસની ગંભીર બીમારીમા આયુર્વેદિક ઉકાળો સૂરજબા આયુર્વેદિક હોસ્પિટલ ખંભોળેજ દ્વારા આપવામાં આવ્યો હતો. જેમાં હાડગુડના તાલુકા સદસ્ય સૈયદ ખલીલ, હુસૈની હોસ્પિટલ ના પ્રમુખ પરવેજ યમની, ડોક્ટર સૈયદ અબરાર તથા હુસૈની ગ્રુપના સદસ્યો હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો. તેમજ વિસ વીઘાના આગેવાન ખોડાભાઈ ઠાકોર, કનુભાઈ ઠાકોર, તથા બલદેવસિંહ બોડાણા, પ્રકાશભાઈ ઠાકોર હાજર રહ્યી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું

રિપોર્ટર : બલદેવસિંહ બોડાણા, આનંદ

Related posts

Leave a Comment