ભાવનગર જિલ્લામાં ‘મેરી માટી, મેરા દેશ’અભિયાન માટે શિલાફલકમ બનાવવાની તૈયારી શરુ

મેરી માટી, મેરા દેશ અભિયાન-૨૦૨૩

હિન્દ ન્યુઝ, ભાવનગર

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ ૯ ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ દરનિયાન યોજાશે.

આ કાર્યક્રમ અન્વયે ભાવનગર જિલ્લાના ઘણાં ગામોમાં શીલા ફલકમ સ્થળ પસંદ કરીને શીલા ફલકમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીને જે-તે ગાનમા અમૃત સરોવર, તળાવ, નદી કે અન્ય જાહેર સ્થળ નજીક મૂકવામાં આવશે.

આ શિલાફલકમમાં તે ગામ કે વિસ્તારના શહીદોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે.

Related posts

Leave a Comment