ભાવનગરના જવાહર મેદાન ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે અમૃત આહાર ઉત્સવ-૨૦૨૧ નો આજથી પ્રારંભ થયો છે. જવાહર મેદાન, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે યોજાયેલ આ ત્રિ-દિવસીય અમૃત આહાર ઉત્સવમાં ભાવનગરવાસીઓને શુદ્ધ અને સાત્વિક ખાણીપીણીની જ્યાફતનો અવસર ઉપલબ્ધ બનશે. આજના ઝડપી અને દોડધામ પરિણામ જીવનમાં ભૌતિક જરૂરિયાતોની શોધમાં આપણે સુખ શોધીએ છીએ આ જરૂરિયાતો સંતોષવા આપણે પ્રકૃતિના નિયમોને નેવે મૂકીને પર્યાવરણ અસંતુલિત થાય તેવા બેફામ કાર્યો કરીએ છીએ. જંગલોનો સફાયો કરવાથી માંડીને ઉદ્યોગો અને વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગથી આપણી પ્રાકૃતિક જરુરિયાત એવાં હવા, પાણી, પ્રદૂષિત થયાં છે. વધુ અને ઝડપી ઉત્પાદન મેળવવાની લ્હાયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણીક દવાઓનો ઉપયોગ અને જમીન રૂપાંતરણથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ બનતાં નથી. તેવા સમયે તમે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવાં શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ખાણી – પીણી વિભાગમાં રીંગણનો ઓળો- રોટલો, શકરીયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલોનુ પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર સજીવ વાનગીઓનો સ્વાદ ચાખવાનો અવસર મળશે. તો ખેડૂતો દ્વારા જૈવિક ખેતી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલ તાજા શાકભાજી,દાળ,કઠોળ અને ધાન્ય પાકો ખરીદવાં પણ મળશે. આ સિવાય સ્ટોલમાં મધ, નાનખટાઇ બિસ્કીટ, મેથીના લાડુ, વગેરે તેમજ આંબળાની વિવિધ બનાવટો, મુખવાસ ચિક્કી, વગેરેનો રસાસ્વાદ પણ માણવા મળશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment