ભાવનગરના બુઢાણા ગામની દીકરી બરછીફેકમાં રાજ્ય કક્ષાએ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે હિન્દ ન્યુઝ, ભાવનગર શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

હિન્દ ન્યુઝ, ભાવનગર

શ્રી વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બુઢાણાની વિદ્યાર્થીની કુ. ધરતી ભરતભાઈ માહી જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા જે ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર ખાતે યોજાઇ હતી તેમાં બરછીફેકની રમતમાં તેઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. કુ. ધરતી હવે તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી રાજ્ય કક્ષાએ યોજાનાર એથ્લેટિક સ્પર્ધામાં બરછીફેકની રમતમાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. શાળાનું નામ રોશન કરવા માટે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ તથા કોચ શ્રી પરેશભાઈ ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી અનુભાઈ તેજાણી તથા મંત્રી રામભાઈ ધામેલીયાએ કુ. ધરતીને ખૂબ – ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

 

Related posts

Leave a Comment