હિન્દ ન્યુઝ, બનાસકાંઠા
પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ; અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે.
પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા.
