પોસ્ટ ઓફીસ-કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) મારફત ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભારત સરકારના શ્રમ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ નેશનલ ડેટાબેઝ ઓફ અનઓર્ગેનાઇઝડ વર્કર્સ (NDUW) પ્રોજેકટ અંતર્ગત અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે eshram.gov.in પોર્ટલને તા.૨૬/૦૮/૨૦૨૧ નાં રોજ લોન્ચ કરેલ છે. જેમાં રાજયને શ્રમ મંત્રાલય દ્વારા ૧.૭૯ કરોડ અસંગઠિત શ્રમયોગીની નોંધણીનો લક્ષ્યાંક આપેલ છે. હાલમાં ઇ-શ્રમ પોર્ટલ પર અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી માટે કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.), સ્ટેટ સેવા કેન્દ્ર (ઇ-ગ્રામ) અને સ્વ નોંધણીની જોગવાઇ છે. જેમાં ઉમેરો કરીને રાજ્યમાં આવેલ તમામ મુખ્ય પોસ્ટ ઓફીસ તથા તેમની શાખાઓને પણ કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) તરીકે જાહેર કરવામાં આવેલ છે. જેમની રાજ્યમાં આશરે ૫,૪૦૦ જેટલી પોસ્ટ ઓફીસ આવેલ છે. આથી જીલ્લામાં અસંગઠિત શ્રમયોગીની નોંધણી પોસ્ટ ઓફિસ (કોમન સર્વિસ સેન્ટર) નો ઉપયોગ કરી વધુમાં વધુ નોંધણી કરાવવા વિનંતી છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment