શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટનાં રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

      શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૮/૨૦૩ને બુધવારનાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે કલેકટર, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૧૧/૦૮/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે.

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયેલ ન હોય તો અરજી કરી શકશે.

આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો હોવા જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર પોતે રૂબરૂ પોતાના પ્રશ્નોનાં જરૂરી આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે આધાર વગરની અરજી ન હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક બાબતની રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતી વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વીકારવામાં આવશે તેમ મામલતદાર, શિહોરની યાદીમાં જણાવેલ છે

Related posts

Leave a Comment