ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન-એકમો ભાડે આપવાની નોંધણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર સુરક્ષા અને સલામતી માટે ગુન્હાઓ બનતા અટકાવવા અને જો બને તો તે બનાવને અંજામ આપનાર ઈસમ સુધી પહોંચવા માટે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ અધિક્ષક, ભાવનગરનાં પત્રથી રાજ્ય/જિલ્લા બહારનાં મજૂરો, કડિયા કામ, ઈંટોના ભઠ્ઠા, હોટેલ, ધાબા, રેસ્ટોરન્ટ, ફેક્ટરી, કારખાના, નાની- મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ તથા કલરકામ કરતાં કારીગરો તથા ખેત મજૂરોને રોજગારીઓ આપી રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાન એકમો ભાડે રાખી રહેતા હોય તેવા વ્યક્તિઓ માટે નિયત ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે તેની નોંધણી અથવા તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબતની તથા પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્રથી હોટેલ ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેન્કિંગ સંસ્થાઓ, એ.ટી.એમ., સેન્ટરો, મલ્ટિપ્લેક્સ, થિયેટર, લોજીંગ, બોર્ડિંગ, ધર્મશાળો, આંગડિયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપ, ટોલપ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા રાખવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા બાબતની બે દરખાસ્ત રજૂ થયેલ છે. જે અંગે જાહેરનામું બહાર પાડવું જરૂરી જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો) અધિનિયમનાં કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ ભાવનગર શહેર તથા જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે નીચે મુજબનાં હુકમ કરવામાં આવેલ છે.

મકાન તથા ઔદ્યોગિક એકમો ભાડે આપવા બાબતઃ- રાજ્યમાં તાજેતરમાં ગુપ્તચર ખાતાનાં અહેવાલ તથા અગાઉ થયેલ આંતકવાદી હુમલા તેમજ ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેર, સુરત શહેર વગેરેમાં બોમ ધડાકાઓ થયેલ હતા. આવા આંતકવાદી હુમલા ઉપરથી જણાય છે કે આવા ત્રાસવાદી, અસામાજીક તત્વો શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુપત આશરો મેળવી પોતે નક્કી કરેલ કૃત્યને અંજામ આપી નિર્દોષ માણસોની જીંદગીની ખુવારી કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરે છે. આ માટે ત્રાસવાદી, અસામાજીક તત્વો જિલ્લાના શહેર તથા અલગ અલગ વિસ્તારોમાં મજુરો, કડીયાકામ, ઈંટોના ભઠ્ઠા, હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસમાં રસોઈયા. ફેક્ટરી, કારખાના, નાની-મોટી ખાણીપીણીની દુકાનો, લારીઓ ઉપર તથા કલરકામ કરતા તથા ખેત- મજુરોને/કારીગરોને રોજગારી આપી રહેણાક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન/એકમો ભાડે રાખી રહેતા હોય છે અને કામદાર તરીકે રાખતા હોય છે. જેથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં મકાનો એકમો તથા દુકાનો ભાડે આપતા માલિકો આવા શકાસ્પદ વ્યક્તિઓથી તંત્રને નિયમીત રીતે માહિતગાર કરે તેવા શુભ આશયથી તથા જો તેમ ન કરે તો તેના ઉપર જરૂરી નિયંત્રણો મુકવા જરૂરી જણાતું હોય, નિયત ફોર્મમાં જણાવ્યા અનુસારની માહિતીથી પોલીસને વાકેફ કરી શકે તે માટે ભાડુઆતની વિગતવાર માહીતી પોલીસ સ્ટેશનમાં રાખવી જરૂરી જણાય છે. જે વિગતે દુકાન/મકાન/ઔદ્યોગિક એકમના માલિકો ઉપર થોડાંક નિયંત્રણો મુકવા સારું ભાવનગર જિલ્લામાં દુકાન, મકાન, ઔદ્યોગિક એકમો ભાડે આપતા દુકાન એકમોમકાનના માલિકોએ ભાડુઆતની વગતો આ સાથે સામેલ રાખતા નિયત ફોર્મમાં પોલીસતંત્રને જાણ કરવાની રહેશે.

હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થીયેટર, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો ઉપર સી.સી.ટી.વી. કેમેરા રાખવા બાબતઃ- રાજ્યમાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખત પ્રસિધ્ધ થતા અહેવાલો તથા વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા રામની માલ-મિલ્કતોને નૂકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે અને આ પ્રકારની અસામા પ્રવૃત્તિઓ આચરતા તત્વો મોટા ભાગે રાજ્ય બહારના વિસ્તારમાંથી પ્રવેશી ખાનગી વાહનોના ઉપયોગ દ્વારા હોટલ ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ બેકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થીયેટર, લોજીંગ, બોર્ડીંગ, ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔદ્યોગિક એકમો, પેટ્રોલ પંપો, ટોલ પ્લાઝા, ધાર્મિક સ્થળો, સોના ચાદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો સહિતના જાહેર સ્થળોએ રોકાણ કરી હિલચાલ કરી ભૌગોલીક પરિસ્થિતિથી વાકેફ થઈ આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હોય છે. જેના કારણે જાહેર સલામતી સુરક્ષા તેમજ શાંતીનું વાતાવરણ જોખમાવાના કારણે આમ નાગરીકો તેમજ પ્રજામાં અસુરક્ષાનો માહોલ ફેલાય છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી હોય છે. જેથી આ પ્રકારના તત્વોને નિયંત્રણમાં લેવા સારૂ તેઓ ઉપર સઘન દેખરેખ રાખી શકાય તેમજ આ પ્રકારની પ્રવૃત્તિઓના બનાવો બનતા અટકાવી શકાય તે હેતુસર ઉપરોક્ત તમામ જગ્યાઓએ સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ રાખવાથી આચરવામાં આવતી પ્રવૃત્તિને અંજામ આપતા પહેલા જ અંકુશમાં લઈ શકાય અને ગુનાખોરી પ્રવૃતિઓ જેવી કે, ચોરી, ધાડ, લુંટ, ચીલ-ઝડપ જેવા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવી શકાય અને ગુન્હા બન્યા પછી તેનો ભેદ ઉકેલવામાં તપાસ એજન્સીઓને મદદ મળી રહે તે માટે ઉપરોક્ત જણાવેલ તમામ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવિઝન તથા હાઈડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ સાથે લગાડી સબંધિત માલિકો, મેનેજરો, સંચાલક, ટ્રસ્ટીઓએ નીચે મુજબની શરતોનો અમલ કરવાનો રહેશે.

૧. જિલ્લામાં આવેલ તમામ હોટલ/ગેસ્ટ હાઉસ, મોટા રેસ્ટોરન્ટ, બેંકીંગ સંસ્થાઓ, એ.ટી.એમ. સેન્ટરો, મલ્ટીપ્લેક્ષ થીયેટર, લોજીંગ, બોર્ડીંગ ધર્મશાળાઓ, આંગડીયા પેઢીઓ, ઔધોગિક એકમો, ધાર્મિક સ્થળો, સોના-ચાંદીની દુકાનો, કોમર્શિયલ સેન્ટરો, પેટ્રોલ પંપો તથા હોટલા ઉપર તથા હાઈવે ઉપર આવેલ તમામ ટોલ પલાઝાઓ ઉપર વાહનનો રજીસટ્રેશન નંબર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે તેમજ વાહન ચાલક તથા તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું વીડીયો રેકોડીંગ થઈ શકે તેમજ બેંકિંગ સંસ્થાઓ, આંગડીયા પેઢીઓ, સોના-ચાંદીની દુકાનો અને કોમર્શિયલ સેન્ટરોમાં આવતા-જતા તમામ વ્યક્તિઓ સ્પષ્ટ રીતે ઓળખી શકાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા, નાઈટ વીઝન કેમેરા હાઇ ડેફીનેશન સાથે ગોઠવવાના રહેશે. ૨. સી.સી.ટી.વી. કેમેરા (નાઈટવીઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમની વ્યવસ્થા કરવાની રહેશે. ૩. સી. સી. ટી. વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછો ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાની જવાબદારી જે તે જગ્યાનાં સંચાલકની રહેશે. ૪. ઉપરોકત જણાવેલ સ્થળોની બારના ભાગે પી. ટી. ઝેડ કેમેરા ગોઠવવા. ૫. ઉપરોક્ત જણાવેલ સ્થળોના પાર્કિંગની જગ્યાઓમાં સંપૂર્ણ જગ્યાનુ કવરેજ થાય તે રીતે કેમેરા ગોઠવવા. ૬. રીસેપ્શન સેન્ટર, લોબી, બેઝમેન્ટ તથા જાહેર પ્રજા માટે પ્રવેશ હોય, ત્યા તમામ જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય એ રીતે કેમેરાઓ ગોઠવવા. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન ૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દડ સહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે આ અંગે રેકર્ડમાહિતી પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટથી, એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટથી કે તેમના તાબાના અધિકારીઓ દ્વારા સૂચન મળ્યે રજૂ કરવાની રહેશે.

 

Related posts

Leave a Comment