હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
જવાહર નવોદય વિદ્યાલય સંખેડા, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અંતર્ગત નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા સંચાલિત ઉત્કૃષ્ટ અને સર્વાંગી શિક્ષણ આપતી રાષ્ટ્રીય કક્ષાની એક માત્ર નિવાસી શાળા છે. આ શાળામાં ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાવાન વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના માધ્યમથી પ્રવેશ આપવામાં આવે છે. ઉચ્ચ બુધ્ધિઆંક ધરાવતા અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્રારા બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવું નિ:શુલ્ક શિક્ષણકાર્ય રાષ્ટ્રીય કક્ષાના શિક્ષકો દ્રારા કરાવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં રહેતા અને વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ -૬ (છ) માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકશે. જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશસુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. છોટાઉદેપુર જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને તા.૧૬/૦૯/૨૦૨૪ પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.