જોડીયા તાલુકાના જસાપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

     પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જોડીયા દ્વારા જશાપર ગામે પશુ આરોગ્ય મેળા (PAM) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જશાપર ગામના 24 પશુપાલક લાભાર્થીઓના 197 પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરી અને ખસીકરણની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકોને કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત પશુચિકિત્સા અધિકારી ડો.કે.એન.ખીમાણીયા અને ડો.સી.એસ.પટેલીયા દ્વારા જશાપર ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, રાજ્ય સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અને આગામી માસમાં યોજાનાર 21 મી પશુધન વસ્તી ગણતરીના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ જામનગર જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણી ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમ નાયબ પાશુપણ નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Related posts

Leave a Comment