ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બ્યુટી પાર્લર મેનેજમેન્ટ તાલીમ યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગરમાં 

    ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૦૧.૦૮.૨૦૨૪ થી તા.૩૦.૦૮.૨૦૨૪ સુધી નિવાસી બ્યુટીપાર્લર મેનેજમેન્ટની ૩૦ દિવસની તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધેલ ૨૭ જેટલા ગામડાના બી.પી.એલ તાલીમાર્થી બહેનોને નિ:શુલ્ક બ્યુટીપાર્લરની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

એસ.બી.આઇ આરસેટી ડાયરેક્ટર રમેશકુમાર એસ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ હતું. છેલ્લા દિવસે કીટ વિતરણ અને સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે અતિથિ વિશેષ નાબાર્ડ ભાવનગર ના ડી.ડી.એમ દિપકકુમાર ખલાસ તેમજ એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ફેકલ્ટી નિલેષભાઇ બરોલીયા, ફેકલ્ટી હંસાબેન ચાવડાગોર, ઓફીસ આસી. ઇશાન કલીવડા અને ઓફીસ આસી. જયેશભાઇ ગોહિલ અને સ્ટાફગણ, ડી.એસ.ટી ટ્રેઇનર નેહલબેન ગોહિલ, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટી ના ઇડીપી એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર રેખાબેન ઉપસ્થિત રહયા હતા. 

આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. આ સમાપન કાર્યક્રમમાં અતિથિ વિશેષ ડી.ડી.એમશ્રી દિપકકુમાર ખલાસ એ તાલીમાર્થીઓ તાલીમ પૂરી કર્યા પછી બહેનોને આગળ બિઝનેસ માટે બેઝિક બ્યુટીપાર્લરની કીટ વિતરણ કરી અને લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ બહેનોમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવા આત્મવિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કરેલ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી.


Related posts

Leave a Comment