વાંકાનેર,
વાંકાનેરના દેરાળા ગામ ખાતે અતિભારે વરસાદ થવાના કારણે ગામના વ્યક્તિઓ ગામમાં અને સીમના વ્યક્તિઓ સીમમાં ફસાયા છે ત્યારે અકસ્માતે કોઈ ઘટના બને તો આ દેરાળા ગામ વ્યક્તિઓને ઇમરજન્સી મેડિકલ સારવાર કે દેરાળા ગામની બહાર જઈ શકે કે આવી શકે તેવી પરિસ્થિતિમાં રહ્યું ન હતું. જેથી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજ ચિંતક એવા કુંવરજીભાઈ બાવળીયા અને સંસદ મોહનભાઈ કુંડારીયા સમક્ષ રોડ રસ્તા અને નાળા દીવાલો ઢોકળા બનાવવા નો વિડીયો વાયરલ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વાંકાનેર તાલુકાના દેલવાડા ગામ માં વિકાસ લક્ષી કાર્ય સરકાર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું.
રિપોર્ટર : ચતુર બાબરિયા, વાંકાનેર