ગઢડા તાલુકાના ઢસા પોલીસ ત્રણ વર્ષ જુની ગુમ થયેલી મહિલા ને શોધી પાડતી ઢસા પોલીસ

ગઢડા,

મ્હે. ડી.જી.પી સાહેબ ગુ.રા.ગાંધીનગર નાઓની નાઓની ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધવા તા:૦૬/૦૮/૨૦ થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશીયલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અનુસંધાને મ્હે. પોલીસ મહાનીરીક્ષક, અશોક કુમાર યાદવ સાહેબ, ભાવનગર રેન્જ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ,બોટાદ નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના.પો.અધિ. રાજદિપસિંહ નકુમ સાહેબના સુચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવેલ
જેથી ઢસા પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી નાઓએ ગુમ/અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સુચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.વી.ચૌધરી તથા અ.હે.કો હરેશભાઇ હનુભાઇ વિરગામા નાઓને સંયુક્ત બાતમી મળેલ કે ઢસા પો.સ્ટે. ના ગુમ રજી. નં-૧૦/૨૦૧૭ ગુમ થનાર અમરેલી જીલ્લાના વંડા પો.સ્ટે. હદના ઠવી ગામમાં છે જેથી સદર ગુમ થનાર ની તપાસ માટે ટીમ ઇન્ચાર્જ તરીકે અ.હે.કો. હરેશભાઇ હનુભાઇ વિરગામા તથા આ.પો.કો સતિષભાઇ પ્રભાતભાઇ યાદવ તથા અ.પો.કો.હરદિપસિહ ગોહિલ તથા ડ્રા.હેડ કો અનીલભાઇ લાંગાવદરા તથા વંડા પો.સ્ટે.ના વુ.પો.કો ચેતનાબેન બારૈયા નાઓને સદર જગ્યાએ જવા રવાના કરેલ અને સદર જગ્યાએ જઇ તપાસ કરતા આ કામના ગુમ થાનાર રીંકલબેન ડો/ઓ મુકેશભાઇ શંભુભાઇ કુંવરીયા ઉ.વ.૨૩ રહે ખીજડીયા ગામ તા.ગઢડા જી.બોટાદ વાળી ઠવી ગામેથી મળી આવેલ હોય જે બાબતે વંડા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી ગુમ થનારને શોધી કાઢી સરાહનીય કામગીરી કરેલ છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment