લાખણી,
અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આ મહામારીમાં સરકાર તરફથી એપ્રિલ અને મે એમ બે માસ ની સહાય આપવામાં આવતી હતી પરંતુ સરકાર દ્વારા તે સાહય બંધ કરી દેવાતા હાલ કોરોનાની મહામારી ના સમયમાં લોકો તરફથી દાન ની પણ કોઈ આવક થતી નથી જેને લઇ વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. કોરોનાની મહામારી નો સમયગાળો ચાલે ત્યાં સુધી ની સરકાર તરફથી સહાય આપે એવી રજૂઆત કરાઈ છે જેને સરકાર ચાલુ રાખે અને ગૌશાળામાં આશ્રય લયી રહેલા પશુઓ પાંજરાપોળ ગૌશાળા ફાઉન્ડેશન દ્વારા નક્કી કરવા મુજબ તમામ સંસ્થાના પશુ ઓને દરેક ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીઓમાં છોડીશું જેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ચિમકી આપીને લાખણી મામલતદાર કચેરીએ લાખણી તાલુકા ની રજીસ્ટર ગૌશાળા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : ભરત ચૌહાણ, લાખણી
