હિન્દ ન્યુઝ દ્વારા શેર માર્કેટિંગ ની રોજે રોજ ની અપડેટ મેળવતા રહો

નિફ્ટી ફ્યુચર ૧૧૫૦૫ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!
તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૪૩૪.૭૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા
સાથે ૩૮૫૬૬.૯૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૪૫.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા
સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૯.૧૮ પોઈન્ટ ની મુવમેન્ટ
નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૪.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૭૯૯.૦૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ
થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૩૭૭.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા
સાથે ૧૧૪૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી
ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૬.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી
નિફ્ટી ફ્યુચર ૧૦૦.૯૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૪૭૮.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
આજે સપ્તાહના પ્રથમ કારોબારના દિવસે ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. દેશમાં ચોમાસું સારૂ રહેતાં
અને કોરોના મહામારીના લોકડાઉનમાંથી દેશ બહાર આવી હવે આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિ વધતાં કંપનીઓની
કામગીરી આગામી મહિનાઓમાં સુધરવાના અંદાજો વચ્ચે ફંડોની આજે તેજી કરી હતી. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા
અને ચાઈના વચ્ચે ટેન્શન અને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આર્થિક મામલે ધૂંધળું ચિત્ર રજૂ કરાયા બાદ અમેરિકામાં
બેરોજગારીના દાવાના આંક વધીને આવતાં અમેરિકા સહિત વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક વલણ વચ્ચે નાણાકીય
કંપનીઓના શેરમાં જોરદાર ખરીદીને પગલે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. આ સિવાય વિદેશી સંસ્થાકીય
રોકાણકારોના સતત રોકાણથી આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ
૦.૪૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો
બીએસઈ પર આઇટી, યુટીલીટીઝ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ
ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૯૩ અને
વધનારની સંખ્યા ૧૬૬૯ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૯ શેરોમાં ઓનલી
સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, કોરોનાની દેશના અર્થતંત્ર પર પડેલી અસરને જોતા દેશના જીડીપીમાં જોરદાર ઘટાડો
જોવા મળવાની રિઝર્વ બેન્ક ધારણાં રાખી રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનાની સરખામણીએ પાછલા ૬
મહિનામાં જીડીપીમાં સુધારો થવાની અપેક્ષા છે. આમ છતાં વાર્ષિક ધોરણે જીડીપી આંક નેગેટિવ ઝોનમાં રહેશે એમ
રિઝર્વ બેન્કની સમીક્ષા બેઠકની મિનિટસમાં ગવર્નરે જણાવ્યું હતું. દેશની તથા વૈશ્વિક નાણાં વ્યવસ્થામાં હાલમાં ભરપૂર
લિક્વિડિટી છે અને માટે શેરબજારો વધી રહ્યા છે. વર્તમાન નાણાં વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં નિફટી ફ્યુચર
અંદાજીત ૩૭% તથા સેન્સેકસમાં ૩૫% જેટલો વધારો થયો છે. રિઝર્વ બેન્કે વર્તમાન મહિને તેની સમીક્ષા બેઠકમાં
વ્યાજ દર જાળવી રાખ્યા છે પરંતુ આરબીઆઈ પાસે હજુ ઘણો અવકાશ છે અને જરૂર પડયે તેનો ઉપયોગ કરાશે.
વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં અત્યારસુધી ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ગયા નાણાં
વર્ષમાં ૧૩૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. રિઝર્વ બેન્કની સમીક્ષા બેઠકની મિનિટસમાં વર્તમાન વાતાવરણમાં
રેપો રેટમાં વધુ ઘટાડો કરવાનો અવકાશ ઓછો હોવાના સંકેત અપાયા છે. રિટેલ ફુગાવો હાલમાં રિઝર્વ બેન્કના ૨થી
૬%ની ટાર્ગેટ રેન્જથી ઉપર જોવા મળી રહ્યો છે જેને કારણે રેપો રેટ સ્થિર રાખવાની ફરજ પડી છે. મોરેટોરિઅમ એક
કામચલાઉ ઉપાય છે. અનિશ્ચિતતા હાલમાં સૌથી મોટો પડકાર છે અને કોવિડ-૧૯ની રસીની શોધ કયારે થાય છે તેના
પર ઘણો આધાર રહેલો છે. કોવિડ-૧૯ કર્વ વધતો અટકયા બાદ અર્થતંત્રમાં સુધારો શરૂ થશે.
તા.૨૫.૦૮.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૭૮ પોઈન્ટ :- આગામી સંભવિત
નિફ્ટી ફ્યુચર ૧૧૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે
ટ્રેડીંગ સંદર્ભે ૧૧૫૦૫ પોઈન્ટ થી ૧૧૫૧૭ પોઈન્ટ, ૧૧૫૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને
સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક
પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૮.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૨૮૧૩ પોઈન્ટ :- આગામી સંભવિત
બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૨૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ
સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૯૦૯ પોઈન્ટ થી ૨૨૯૭૦ પોઈન્ટ, ૨૩૦૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની
સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન
બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
 ACC લિ. ( ૧૪૨૧ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ
હાલમાં રૂ.૧૪૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૯૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ
સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૩૭ થી રૂ.૧૪૪૪ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૫૦
ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 બાટા ઇન્ડિયા ( ૧૩૨૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ
બ્રેકઆઉટ…!! રૂ.૧૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો
ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 લુપિન લિ. ( ૯૭૩ ) :- રૂ.૯૬૦ નો પ્રથમ તેમજ રૂ.૯૫૩ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો
રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૮૯ થી રૂ.૯૯૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 ઇન્ફોસિસ લિ. ( ૯૫૧ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૬૬ થી
રૂ.૯૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૨૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

 કેડીલા હેલ્થકેર ( ૩૯૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના
સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૮ થી રૂ.૪૧૪
આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 HDFC લિ. ( ૧૮૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાઈનાન્સ સેક્ટર નો આ સ્ટોક
રૂ.૧૮૫૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા
ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 સિપ્લા લિ. ( ૭૫૫ ) :- રૂ.૭૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૭૭
ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૭૪૦ થી રૂ.૭૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના
છે…!! રૂ.૭૮૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

 HCL ટેકનોલોજી ( ૭૦૯ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૭૨૩ ના
સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૯૬ થી રૂ.૬૮૮ ના ભાવની સપાટી
આસપાસ નફો બુક કરવો…!!!
 ભારતી એરટેલ ( ૫૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૪૪
આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૧૮ થી રૂ.૫૦૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે.
ટ્રેડીંગલક્ષી રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 સન ટીવી નેટવર્ક ( ૪૬૭ ) :- રૂ.૪૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક
રૂ.૪૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૫૫ થી રૂ.૪૪૭ નો ભાવ દર્શાવે
તેવી સંભાવના છે…!! રૂ.૪૯૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે


ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

Related posts

Leave a Comment