હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર તાલુકાના બુધેલના લાભાર્થી અનિતાબેન મકવાણા જણાવ્યું હતું કે પહેલા ચૂલા પર રસોઇ કરતા હતા, જેનાથી અમને ખૂબ જ પરેશાની થતી હતી. અમને પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જ્વલા યોજનાની માહિતી મળતા તે યોજનાનો લાભ લેવાનું નક્કી કર્યું. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અમારા ગામ બુધેલ આવતા મને ઘરઆંગણે ઉજ્જ્વલા યોજના થકી ગેસનો ચૂલો અને ગેસનું સિલિન્ડર મળ્યું, આથી ધૂમાડાથી રાહત મળશે.
ઘરઆંગણે લાભ આપવાના પ્રધાનમંત્રીના સંકલ્પને લીધે ઉજ્જવલા યોજનાનો લાભ મળવા બદલ પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.