હિન્દ ન્યુઝ, ભાવનગર
શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી જેમાં અનેક લાયક લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
તેમજ સરકારના વિવિધ વિભાગોના કેમ્પ યોજાયા હતા. જેમાં ઉપસ્થિત રહેલા ગઢુલા ગામના શિલ્પાબેન માથાચોડિયા પાસે આયુષ્યમાન કાર્ડ ન હોવાથી તેમને સ્થળ પર જ આરોગ્ય ના સ્ટાફ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢી અપાયું હતું.
આથી શિલ્પાબેન માથાચોડિયા એ સરકારના દ્વારા ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે આરોગ્ય સ્ટાફ નો આભાર માન્યો હતો.
