હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના રૈયા ગામે નટુભાઈ વોરા એ તેમની દીકરી હિમાંશી ના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી ની પહેલ કરવામાં આવી લોકો દ્વારા જન્મ દિવસ ની ઉજવણી માં હજારો રૂપિયા નો ખર્ચ કરતા હોય છે. ત્યારે નટુભાઈ વોરાએ તેમની દીકરી હિમાંશી નો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં ભજન સત્સંગ નો કાર્યક્રમ રાખી ને ઊજવણી કરવામાં આવી હતી. જન્મ દિવસ ની ઉજવણી માં ઉપસ્થિત સંતશ્રી દોલતરામ બાપુ નોરતા આશ્રમ, મહેન્દ્રરામ મહારાજ મહેસાણા, નટુરામ આસેડા, વિશ્વ ભારતી બા, વજુરામ બાપુ, નાગજીરામ, વેલદાસ, પ્રતાપરામ બાપુ, વાઘારામ, જયદેવન બાપુ સહિતએ ઉપસ્થિત રહીને રાત્રીએ મોડે સુધી સત્સંગ ની રમઝટ જમાવી હતી.
જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ના પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, દિયોદર ના પૂર્વ ધારાસભ્ય કેસાજી ચૌહાણ, દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, લક્ષમણસિંહ વાઘેલા, દિયોદર એપીએમસીના ચેરમેન ઈશ્વરભાઈ તરક, બનાસડેરી ના ડિરેકટર ઈશ્વરભાઈ પટેલ (ગંગોલ), જિલ્લા પંચાયત ના સદસ્ય રમેશભાઈ ચૌધરી (જીન), મહામંત્રી ડાહ્યાભાઈ પીલિયતાર, જિલ્લા ભાજપ મહામંત્રી પરાગભાઇ જોશી, કનુભાઈ વ્યાસ ડુચકવાડા, દિયોદર પ્રેસ કલબ ના પ્રમુખ અરવિંદભાઈ હાલાણી, ખીમણા હાઇસ્કુલ ના આચાર્ય પ્રધાનજી ઠાકોર, દિયોદર તાલુકા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઘેલા, ડાહ્યાજી ઠાકોર દામાં, ઉકાજી ઠાકોર ભાચરવા, આશાબેન ધાનેરા, વિપુલભાઈ દવે વગેરે મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર