દિયોદર શહેર માંથી સોશિયલ મીડિયા ફેસબુક પર ડમી આઈ.ડી. બનાવી બજાજ ફાયનાન્સ નામે છેતરપિંડી કરતો ઈસમ ઝડપાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર

દિયોદર પોલીસે ખાનગી બાતમી ના આધારે સોશિયલ મીડિયા ફેસબુક પર ડમી આઈ.ડી. બનાવી છેતરપિંડી કરતા એક ઈસમ ને પોલીસે દબોચી લીધો છે.

              જાણવા મળતી માહિતી મુજબ દિયોદર પી.એસ.આઈ. એસ.જે.પરમાર ને ખાનગી બાતમી મળેલ કે દિયોદર શહેર માં હાઇવે વિસ્તાર પર એક ઈસમ સોસીયલ મીડિયા ફેસબુક પર બનાવટી આઈ ડી બનાવી બજાજ ફાયનાન્સ કંપની ના નામે છેતરપિંડી કરે છે. તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસે બાબા ચૌધરી રહે સુરત મૂળ રહે મોરવાડા તા સુઇગામ વાળા ને ઝડપી પાડ્યો હતો. જેમાં સઘન પૂછ પરછ કરતા આ ઇસમ સોસીયલ મીડિયા ફેસબુક ઉપર બજાજ ફાયનાન્સ કંપની ના EMI કાર્ડ ઉપર પ્રશનલ લોન અપાવવાની લોભમણી અને લલચામણી જાહેરાતો મૂકી બજાજ ફાયનાન્સ કંપની ના કંસ્ટમરો પાસે થી EMI કાર્ડ નો નંબર તથા OTP મેળવી તેવો ના કાર્ડ અલગ અલગ મોબાઈલ ખરીદી કરી છેતરપિંડી આચારતો હતો.

             જેમાં દિયોદર ના ચગવાડા ગામ ના ગણપત ઠાકોર ના મોબાઈલ નો ઉપયોગ કરી ફેસબુક પર અલ્પેશ પટેલ નામ નો એકાઉન્ટ બનાવી એક વ્યક્તિ ના નામે 59.870 રૂપિયા ની છેતરપિંડી કરતા દિયોદર પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી 40 હજાર ની રકમ અને મોબાઈલ કબ્જે લઇ આગળ ની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment