છોટાઉદેપુરમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલમાં ઉંચાઈના આધારે પસંદગી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

    સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઇઓ અને બહેનો માટે ઊંચાઈના પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં નીચે મુજબના માપદંડોના આધારે પસંદગી કરવામાં આવશે. 

જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીઓને જન્મતારીખનો દાખલો અને આધાર કાર્ડ સાથે તા.૧૦/૦૯/૨૦૨૪ સવારે ૧૧-૦૦ થી ૦૧-૦૦ કલાક દરમિયાન કવાંટની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ ખાતે ઉપસ્થિત રહેવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે. આ યોજના વિશેની વધુ માહિતી માટે જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના કન્વીનર મહેન્દ્રભાઇ વસાવાને તેમના મોબાઈલ નંબર ૭૫૬૭૧૦૭૫૭૮ ઉપર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment