વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે “ફ્રી મેડિકલ કેમ્પ” નું આયોજન

હિન્દ ન્યુઝ, વેરાવળ

     વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મહિલાઓ માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જે તા. 22-09-2024 ને રવિવાર ના રોજ સવારે 10:00 થી 12:00 વાગ્યા સુધી ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ ખાતે યોજાશે.

     ભાજપ પ્રદેશ મહિલા મોરચાની સુચનાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને 6-વર્ષ પુરા થવા પર મહિલાઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું હોય જેથી ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ડો. નિશાબેન ગોહેલ દ્વારા ઉષાબેન કુસકીયાને ઇન્ચાર્જ તથા તેમના સહ ઈન્ચાર્જ તરીકે રેખાબેન શાહ તથા સવિતાબેન મહેતાની નિમણુંક કરેલ છે. તો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં સર્વ રોગોનું નિદાન કરવામાં આવશે તો તમામ મહિલાઓ આ મેડિકલ કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે. આ કેમ્પમાં ભાજપ મહિલા મોરચાના તમામ મહિલા આગેવાનો, હોદેદારો, મહિલા કાઉન્સિલરો અને કાર્યકર્તાઓએ હાજરી આપવા નમ્ર વિનંતી છે.


Related posts

Leave a Comment