અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, રાજકોટ

    જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટના નઝરાણા સમાન અટલ સરોવરની મુલાકાત લઈ સરોવર ખાતે સાધન-સુવિધાઓ અને જળ સ્ત્રોતની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં. રાજકોટના પર્યટન સ્થળ સમા સ્માર્ટ સિટીના ભાગ એવા અટલ સરોવરમાં વરસાદી પાણીનું જળ સંચય કરી સરોવરમાં ઉપલબ્ધ બને તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

   સાથોસાથ રૈયા વિસ્તારના ગંદા પાણીને ટ્રીટેડ વોટર પ્લાન્ટ દ્વારા પાણીનું શુદ્ધિકરણ કરી આ પાણી અટલ સરોવરના બગીચામાં ફૂલ- ઝાડને આપવામાં આવે છે, જે અંગેની વિગતો ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડ્યા, નાયબ કમિશનર સી.કે.નંદાણીએ પૂરી પાડી હતી.

Related posts

Leave a Comment