ગીર-સોમનાથ જિલ્લાના કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

                                                                                  હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષત્તામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ખેતી વિભાગ, ડી.આઈ.એલ.આર, પી.જી.વી.સી.એલ, વન વિભાગ સહિતના વિવિધ ૧૦ થી વધુ પ્રશ્નો પ્રસ્તુત થયા હતા. જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરએ વિગતે ચર્ચા કરી પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવા સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓની પ્રશ્નોમાં આગળની કાર્યવાહી કરી જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા કલેક્ટરએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.

આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિક કલેક્ટર બી.વી.લીબાસિયા, મામલતદાર આરઝૂ ગજ્જર, પીજીવીસીએલ, તાલુકા વિકાસ અધિકારી સહિતના સંબંધીત વિભાગોના અધિકારીઓ અને અરજદારઓ ઉપસ્થિત રહ્યા હતા.

                                                   

 

 

Related posts

Leave a Comment