હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જેન્તિભાઈ ચૌહાણ આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી વિદેશી શાકભાજી જેવા કે પર્પલ કોબી (લાલ કોબીજ), કોહલરાબી અને બ્રોકોલીની સફળ ખેતી કરી રહ્યા છે.
તેઓની આ શાકભાજીનું વેચાણ અમદાવાદ તેમજ ભાવનગરના અમૃત બજારમાં કરવામાં આવે છે, જેના પરિણામે તેમને નિયમિત અને સંતોષકારક આવક મળી રહે છે.
પ્રાકૃતિક રીતે ઉગાડેલી શાકભાજીની માંગ બજારમાં વધતી જતા ઉત્તમ ભાવ પ્રાપ્ત થાય છે, સાથે સાથે જમીનની ઉત્પાદક શક્તિમાં પણ સુધારો થયો છે – ખેડૂત
