વડોદરા ખાતે વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા

હિન્દ ન્યુઝ, વડોદરા

       વડોદરામાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય સંત મહંત સ્વામી મહારાજની ૯૨મી જન્મજયંતિ અને તેમની દીક્ષા પૂર્ણ થવાના ૬૯ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે આયોજિત વિશાળ સત્સંગ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહભાગી બન્યા હતા. 

આ વેળાએ શ્રી મહંત સ્વામિ મહારાજ અને શ્રી ડોક્ટર સ્વામિએ આશીર્વચન પાઠવ્યા હતા. આ સાથે નૃત્ય નાટિકાઓ, મંત્રગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મહાનુભાવો આરતીમાં સહભાગી થયા હતા. 

પ. પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બી. એ. પી. એસ સંસ્થાના ૩ વર્ષથી ૧૩ વર્ષની વય સુધીના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો એક વર્ષમાં સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. 

મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત આધ્યાત્મિક, નૈતિક, સામાજિક, વ્યવહારિક જીવનની પ્રેરણા પૂરી પાડે છે. 

કોઈ એક સંસ્કૃત ગ્રંથનો, તે ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૧૫,૬૬૬ બાળ-બલિકાઓએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ એટલે કે ૩૧૫ શ્લોકોનો મુખપાઠ કર્યો હોય અને સમૂહગાન કર્યું હોય, તેવી આ ઐતિહાસિક વિરલ ઘટના છે. જેની નોંધ ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં લેવામાં આવી છે. 

આ અવસરે અવસરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા પાઠવવામાં આવેલા શુભેચ્છા પત્રનું વાંચન કરવામાં આવ્યું હતું. 

Related posts

Leave a Comment