શિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યૂઝ, શિહોર

     ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮૨ની શિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૩૧/૦૫/૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી, કર્મચારીઓનું સને-૨૦૨૧નું અર્ધ વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ ૧૩૧ મુજબ સજા થશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment