છોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પોલીસ આવાસ નિગમના ચેરમેન ડી ડી પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી,
કાંટાળી વાડ યોજના અને સ્માર્ટ કીટ વિતરણ યોજનાનો ઇ- લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પોલીસ આવાસ નિગમના ચેરમેન પટેલે સરકારના વિકાસલક્ષી નીતિનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની ચિંતા કરી છે. એ જ રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ખેડૂતોની સ્થિતિ સુધરે ખેડૂતોની આવક બમણી થાય એ માટે સતત ચિંતા કરી છે એમ કહી તેમણે સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં સમાવિષ્ઠ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે આ યોજનાઓથી ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ થકી કિસાનોની આયમાં વૃદ્ધિ થવાની સાથે ખેડૂતો સમૃદ્ધ થશે એમ ઉમેરી લોકસભામાં પસાર કરવામાં આવેલ કૃષિ બીલો અંગે જાણકારી આપી હતી. તેમણે વધુમાં વધુ ખેડૂતો આ યોજનાઓનો લાભ મેળવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા કૃષીબિલો અંગે જાણકારી આપી આ બીલો અંગે ફેલાવવામાં આવતી અફવાઓથી દુર રહેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ખેડૂતોને થનારા ફાયદાઓ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈની અધ્યક્ષતામાં આયોજિત ઇ- લોન્ચિંગ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ અને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સ્વાગત નાયબ બાગાયત નિયામક કૃણાલભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા આપી ઇ- લોન્ચિંગ થનારા યોજનાઓ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમની આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી સંજયભાઈ ભગોરિયાએ આટોપી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિરભાઈ પટેલ, આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઈ રાઠવા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઈ પટેલ, અન્યો અધિકારીઓ, કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment