આજ રોજ રાજપીપલા ટાઉનહોલ ખાતે ‘સાત પગલા ખેડૂત’ કાયૅકમ,

હિન્દ ન્યૂઝ, નર્મદા,

ભરુચ ના સાંસદ મનસુખભાઇ વસાવા ના હસ્તે લોકાર્પણ તથા લાભાર્થી ખેડૂતો ને મંજૂરી હૂકમ પત્રો વિતરણ કાયૅકમ યોજાઓ, રાજપીપલા ખાતે સાત પગલા ખેડુત કાર્યક્રમ ના અંતગૅત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો ને વિના મૂલ્યે છત્રી પુરી પાડવાતથા સ્માટૅ હેન્ડ ટૂલ તથા કાંટાડીવાડ ની યોજના વિગેરેની યોજના લોકાઅપૅણ કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તે હેતુથી ચાલુ વર્ષે ‘સાત પગલા ખેડૂત કલ્યાણ ના’અંતગૅત સાત યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે, પગલું -1, મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના, 2. કિસાન પરિવહન યોજના, 3. સંપુણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યોજના, 4.પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા ખેતી કરતા ખેડૂતો ને ખેતર પર જીવામૃત અને અન્ય ખેત સામગ્રી તૈયાર તે માટે 90% લેખે કીટ પૂરી પાડવી, 5.ફળ અને શાકભાજીના બગાડ અટકાવવા વેચાણકારો ને વિના મૂલ્યે છત્રી પૂરી પાડવી, 6.રાજયના સીમાંત ખેડુતોને અને ખેત મજુરો ને હેન્ડ ટૂલસ કીટ સહાયતા દરે આપવાની યોજના, 7.ખેતર ચારે બાજું કાંટાળા તાર ની વાડ બાંધવા માટે સહાય. જેવી અન્ય મહત્વની યોજનાઆે નુ લોકાઅપૅણ કરવામાં આવ્યું. કાયૅકમ મા ભરુચ સાંસદ મનસુખભાઇ વસાવા, પ્રવાસન નિગમ ના ડિરેક્ટર ગજેનદૃરસિંહ જાડેજા, ખેતીવાડી અધિકારી, તથા બાગાયતી અધિકારી અેન વી પટેલ, રમણસિંહ રાઠોડ, અરવિંદ ભાઈ પટેલ, ભગવાનદાસ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા

Related posts

Leave a Comment