લાખણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, લાખણી,

એકાત્મ માનવતાવાદ અને અંત્યોદયની જીવન ઉન્નતીથી સ્વતંત્ર ભારતના વિકાસનો માર્ગ પ્રશસ્ત કરનાર તથા જનસંઘના પૂર્વ અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મજયંતી નિમિત્તે લાખણી તાલુકા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો જેમાં ભાજપના પદાધિકારીઓ સહિતના વિવિધ લોકોએ થઈને ૨૩ જેટલા રક્ત દાતાઓ દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કરનાર તમામ લોકોને તાલુકા ભાજપ દ્વારા સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકા ભાજપના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મંત્રી ટી.પી.રાજપૂત લાખણીના સરપંચ એન.ટી.પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય હેમરાજભાઈ પટેલ લાખણી એ.પી.એમ.સી ના વાઇસ ચેરમેન તેજાભાઈ ભુરિયા લાખણી તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર લાખણી

Related posts

Leave a Comment