મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાંથી મેલેરિયા નાબૂદી અંગે લેવાયેલા પગલાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે મુખ્ય મેલેરિયા અધિકારી રાદડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પોલીસતંત્ર, વહીવટીતંત્ર, ઉદ્યોગ, શહેરી વિકાસ વિભાગ, બાંધકામ, શિક્ષણ વિભાગ, સિંચાઈ વિભાગ (પંચાયત તથા સ્ટેટ), કૃષિ અને સહકાર વિભાગ, નગરપાલિકા, પંચાયત વિભાગ તેમજ ખાણખનિજ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કર્યા હતાં અને મચ્છરજન્ય રોગ મેલેરિયા, ડેંગ્યૂ, ચિકનગુનિયા અંગે માહિતી આપી વાહક મચ્છરનો કંટ્રોલ, મચ્છર ઉત્પત્તિ સ્થાન, મેલેરિયાના જંતુની નાબૂદી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોના શીર્ષ અધિકારીઓ સાથે મેલેરિયા નાબુદીની મુખ્ય રણનીતિની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર બી.વી.લિંબાસિયા સહિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ.એસ.રોય, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જે.લાલવાણી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી એચ.કે.વાજા, નાયબ પશુપાલન નિયામક ડો.ડી.એમ.પરમાર સહિત શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment