એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

           જનતાના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ આવે તે માટે જિલ્લાનાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને દરેક વિભાગનાં અધિકારીઓ સાથે ગીર સોમનાથ કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને ઈણાજ, ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના બંધિત પ્રશ્નો અંગે ચર્ચા તથા જનપ્રતિનિધિઓએ તાલુકા તથા જિલ્લાની વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. આ રજૂઆતો અંગે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને તમામ પ્રશ્નોનો ઝડપી અને સુનિયોજીત પદ્ધતિથી ઉકેલ લાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.

તાલાલા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે બિનઅધિકૃત દબાણપાર્કિગની મુશ્કેલીઓ, નવા દબાણ થતા અટકાવવા તથા વનવિભાગને લગતા પ્રશ્નોની રજૂઆત કરી પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી. જ્યારે ઉના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ પેશકદમી સહિત વિવિધ જનલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. બેઠકમાં રજૂ કરાયેલા તમામ પ્રશ્નો તથા અગાઉના પડતર પ્રશ્નો અંગે ઝડપી અને સુનિયોજીત કામગીરી કરવા કલેકટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને આદેશ કર્યો હતો તેમજ જનપ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરીને તે અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સંકલનની બેઠકમાં સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર બી.વી.લિંબાસિયા સહિત સર્વે પ્રાંત અધિકારીઓ તેમજ ખેતીવાડી, આરોગ્ય, નેશનલ હાઈવે, શિક્ષણ સહિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment