ગીર સોમનાથમાં સમર કોચિંગ કેમ્પ –૨૦૨૩નું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતજિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રગીર સોમનાથ કચેરી દ્વારા તા.૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૦/૦૫/૨૦૨૩ સુધી ગીર સોમનાથ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે તાલુકા/જિલ્લા કક્ષા બિન નિવાસી વિવિધ રમતોના સમર કોચિંગ કેમ્પનું આયોજન થનાર છે. જેમાં સવારે ૦૭ થી ૦૯ વાગ્યા સુધી વિવિધ રમતોના તજજ્ઞો દ્વારા સુદ્રઢ તાલીમ આપવામાં આવશે.

આ કેમ્પમાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષા નંબર પ્રાપ્ત કરેલ હોય તથા રાજ્યકક્ષાએ ભાગ લીધેલ હોય તેવા ૦૯ થી૧૭ વર્ષના પ્રતિભાશાળી ખેલાડી ભાગ લઇ શકશે. આ કેમ્પની વધુ માહિતી માટે જયેશ.પી. ગોહિલ મો. ૯૨૨૮૧ ૩૭૬૦૪પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રગીર સોમનાથની એક યાદીમાં જણાવેલ છે.

Related posts

Leave a Comment