સુરત ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી, મોતની છલાંગ લગાવનારા બે વ્યક્તિઓના જીવ બચાવી આપ્યું નવજીવન

સુરત,

સુરતમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતનાં લોકોની માટે આત્મહત્યા કરવાં માટેની સરળ જગ્યા બની ગઈ છે. કારણ કે, તાપી નદી પર આવેલ બ્રિજ પરથી કોઈને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આત્મહત્યા કરવાં માટે ઝંપલાવતા હોય છે ત્યારે સુરત ફાયર વિભાગ દ્વારા આજે માત્ર 40 મિનિટના અંતરમાં કુલ 2 જુદી-જુદી જગ્યા પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનાર એક મહિલા તથા એક કિશોરનો જીવ બચાવવામાં આવ્યો હતો.
જેમાં પહેલી ઘટનામાં સુરતમાં આવેલ ઉતરાણ ખાતે આવેલ તાપી નદીના બ્રિજ પરથી માત્ર 30 વર્ષીય મહિલા કાળી બહેન પારધી કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, આ મહિલા કૂદતાની સાથે ત્યાં રહેલ પિલરની પાસે લટકી રહ્યાનો સુરત ફાયર વિભાગને કુલ 9:08 મિનિટનો કોલ મળતાં ફાયરની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને મહિલાને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાની માત્ર 40 મિનિટ પછી ફાયર વિભાગને બીજો કોલ મળ્યો હતો. જેમાં  મોટા વરાછામાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી માત્ર 15 વર્ષીય કિશોરે આત્મહત્યા કરવાનાં ઇરાદે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે, ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને કિશોરને રેસ્ક્યૂ કરીને એને બચાવી લેવામાં આવ્યો હતો. જો કે, આ કિશોરે પોતાનું નામ ચેતન ઠાકોર જણાવ્યુ હતુ. પરિવારમાં ઝઘડો થતાં આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાની માહિતી આપવામાં આવી હતી. આમ, ફાયરે કુલ 2 લોકોને બચાવી આ બંને લોકોનો કબજો પોલીસ ને આપતા પોલીસ આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મહિલાને બચાવવાં માટે ફાયર બ્રિગેડના જવાનો સીધા પૂલ પરથી જ દોરડું બાંધીને નીચે ઉતર્યા હતાં તેમજ એને લાઇફ ગાર્ડ પહેરાવીને બચાવી લેવામાં આવી હતી. જો કે, એના નસીબમાં જીવન હશે એટલે મોત પહેલાં ફાયર વિભાગ આવી પહોચ્યો હતો. આ મહિલાએ ઘરમાં ઝઘડો થતા અંતિમ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યુ

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment