રાજકોટ નજીક જશવંતપુર ખાતે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત

હિન્દ ન્યુઝ, રાજકોટ

    રાજકોટ નજીક જશવંતપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઉમિયાધામ મંદિરનું ખાતમૂહુર્ત કરાયું

રાજકોટ જિલ્લાના જશવંતપુર ગામ ખાતે ૧૦ એકરમાં ઉમિયાધામ મંદિરના ખાતમૂહુર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમાજની પ્રગતિ સંસ્કારોથી થતી હોય છે. સમાજમાં સંસ્કાર સિંચન અને સામાજિક કાર્યોમાં જો આધ્યાત્મિક શક્તિ ભળે તો સમાજમાં દૂષણ આવતું અટકે છે. શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સંસ્કાર સિંચન અને રાષ્ટ્ર નિર્માણ માટે આધ્યાત્મિક ચેતના જરૂરી છે. આ દિશામાં રાજ્ય સરકાર તેમજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા “સેવ કલ્ચર” ઝુંબેશ હાથ ધરી વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

Related posts

Leave a Comment