કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ધ્રોલ 

    રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ટેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડુતો સાથે ચર્ચા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ PSS અન્વયે ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુસર રાજ્યમાં ૧૬૦થી વધુ કેન્દ્રો દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ગુજરાતના ખેડૂતોને તેમની ઉપજ ના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીના ઉત્પાદનને ધ્યાને લઈ કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકારે કેન્દ્રીય નોડલ એજન્સીના માધ્યમથી ટેકાના ભાવે ખરીદીનું વિશેષ આયોજન કર્યું છે.

ધ્રોલ માર્કેટીંગ યાર્ડ ખાતે અત્યાર સુધીમાં ૧૮૮૦ ખેડુતોને મેસેજથી બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૬૦ ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે હાજર રહ્યા હતા. 

મંત્રીની આ મુલાકાત સમયે જીલ્લા પંચાયતના સદસ્ય શ્રીમનસુખભાઈ ચભાડીયા, અગ્રણી નવલભાઈ મુંગરા, તાલુકા પંચાયતના પ્રમુખ રાવતભાઈ શીયાર, ઉપપ્રમુખ બ્રીજરાજસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઈ ભાલોડીયા, વાઈસ ચેરમેન મયુરસિંહ જાડેજા, શમીરભાઈ શુકલ, માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રસીકભાઈ ભંડેરી તથા આગેવાનો હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment