હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૭મી ડિસેમ્બર,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-૫/૬, બહુમાળી ભવન ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ(કંપની)માં આઇ.ટી.આઇ. (ઈલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક) ૧૨ પાસ તથા સ્નાતકની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઇલેક્ટ્રિશિયન, ફીટર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટેલિકોલર, સેલ્સ ઓફિસર, સુપરવાઈઝર, સેલ્સ ટ્રઈની, ઓફિસ બોય, કોમ્પ્યુટર ઓપરેટર વગેરે જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.