સુરતની સ્મીમેર હોસ્પિટલને IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના ખર્ચે ‘ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ’ મશીનની ભેટ

હિન્દ ન્યુઝ, સુરત

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દર્દીઓની સુવિધામાં વધારો કરતા IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના અત્યાધુનિક ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીનની ભેટ આપવામાં આવી છે. 

               Schiller કંપનીના આ મશીનનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી આજથી જ મનપાની હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષાબેન આહિરના હસ્તે દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે હૃદયની તપાસ તેમજ Ischemia હાર્ટ બ્લોક અને અન્ય બીમારીઓમાં અત્યંત સચોટ પરિણામો આપશે. એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અથવા બાયપાસના દર્દીઓના ફોલો અપમાં આ ટેસ્ટ થઈ શકશે.

Related posts

Leave a Comment