“સ્વચ્છતા હી સેવા”
હિન્દ ન્યુઝ, બોટાદ
“સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા રાત્રી સફાઈ દરમિયાન નદી અને આસપાસના સ્થળોએ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા આપણાં શહેરને સ્વચ્છ રાખવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે આપણી પણ જવાબદારી છે કે વહીવટી તંત્રની કામગીરીને સહકાર આપીએ. આપણી આસપાસ સ્વચ્છતા જાળવી રાખીએ અને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રિયપણે સહભાગી બનીએ.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ
