તાલાલા તાલુકાના બોરવાવ ખાતે તા.૨૯ ડિસેમ્બરના રોજ સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      ગીર-સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરાયુ છે. જે અંતર્ગત જિલ્લાના તાલાલા તાલુકાના વિવિધ ગામો માટે બોરવાવ પ્રાથમિક શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમનુ તા.૨૯ ડિસેમ્બરના સવારે ૯ કલાકથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાશે.

તાલાલાના પ્રાથમિક શાળા બોરવાવ ખાતે સેવાસેતુ કાર્યક્રમમા આંબળાશ, બોરવાવ, ચિત્રાવડ, ચિત્રોડ, ધણેજ, ધાવા, ધ્રામણવા, ગાભા, ગલીયાવડ, ઘુંસીયા, હિરણવેલ, જેપુર, ખીરધાર, લુશાળા, માલજીંજવા, પીપળવા, ૨મરેચી, સાંગોદ્રા, સેમરવાવ, ઉમરેઠી, વિરપુર ગામોના લોકો સરકાર ની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. જેમા આધારકાર્ડ,આધારકાર્ડનુ બેંક એકાઉન્ટ સાથે જોડાણ,રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર,એકાઉન્ટનું જોડાણ મોબાઈલ નંબર સાથે બેંક,રાશનકાર્ડમાં નામ દાખલ કરવું,નવુ બેંક એકાઉન્ટ ખોલવુ,રાશનકાર્ડમાં નામ કમી કરવુ,રાશનકાર્ડમાં નામ સુધારો કરવો, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફ્રીશીપકાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જયોતી યોજના, રેવન્યુ રેકર્ડ માટે “વારસાઈ અરજી”, જાતી પ્રમાણપત્ર (અનુસુચિત જાતી), નોન ક્રિમીલીયર પ્રમાણપત્ર, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર,અટલ પેન્શન યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, ભીમ એપ, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, વૃધ્ધ નિરાધાર સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (અરજી સ્વીકરાવી), બસ કન્સેશન પાસ – વિકલાંગ માટે, કેસલેસ લીટરેસી (ડીઝીટલ ટ્રાઝેકશન લીટરેસી), પી.એમ.જે.માં (અરજી), યુ.ડી.આઈ.ડી. કાર્ડનું રજીસ્ટ્રેશન, હેલ્થ વેલનેશ કાર્ડ (ડાયાબીટીશ, બીપીની ચકાસણી), આવકનો દાખલો,ધરેલુ નવા વિજ જોડાણ (અરજી), વરિષ્ઠ નાગરીકતા પ્રમાણપત્ર, સમાજ કલ્યાણ અનુસુચિત જાતીની સેવાઓ (અરજી), ઓનલાઈન અરજી ડો.આબેડકર આવાસ યોજના, આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, મેડીસીન સારવાર, મિલકત આકારણીનો ઉતારો, પશુઓને ગાયનેકોલોજીકલ સારવાર, જન્મ-મરણ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, માન.મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર કરવો, સર્જીકલ સારવાર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ડીવર્મીંગ, રસીકરણ, કૃત્રિમ બીજદાન, બસ કન્સેસન પાસ – સીનીયર સીટીઝન માટે, કિસાન ક્રેડીટ કાર્ડ (નવુ કાર્ડ તથા ક્રેડીટ મર્યાદામાં વધારો) સહિતની સેવાઓનો લાભ લઈ શકશે.

 

 

Related posts

Leave a Comment