હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો શ્રેષ્ટતમ અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે લાઈન ઓપરેટરની જગ્યા માટે બાવળા ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ કોસોલ એનર્જી પ્રા.લી. માટે અનુબંધમ પોર્ટલના ડિજીટલ માધ્યમથી રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન તા.૧૨/૦૫/૨૦૨૨ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલિમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નં. : ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.