ભરૂચ જિલ્લાના દરેક રોજગારવાચ્છું ભાઈઓ-બહેનો નોંધે
હિન્દ ન્યુઝ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દરેક રોજગારવાંચ્છું ભાઇઓ બહેનોને જણાવવામાં આવે છે કે રોજગારીની તકો રોજગારવાંચ્છુને સહેલાઈથી મળી રહે તેમજ રોજગારવાંચ્છુઓ ઘર બેઠા રોજગાર કચેરીમાં પોતાનું નામ નોંધાવી શકે અને જાતે જ પોતાની લાયકાત અને અનુભવ મુજબ રોજગારી મેળવી શકે તેવા ઉમદા હેતુથી ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર” વિભાગ દ્વારા “અનુબંધમ” વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશન અમલમાં મુકેલ છે. જેનો લાભ લેવા ભરૂચ જિલ્લાના તમામ રોજગારવાંચ્છુઓને અનુરોધ છે. “અનુબંધમ”માં રજીસ્ટ્રેશન કરવા માટે https://anubandham.gujarat.gov.in/ પર અથવા Play Store પરથી “Anubandham(GOG)” એપ્લીકેશન ડાઉનલોડ કરી તેમાં “Registration” પર ક્લીક કરી “Job Seeker” Select કરી જેમાં આપનો Mobile No. Enter કરી આવેલ OTP Enter કરી માગેલ માહીતી જેવી કે પુરૂ નામ, જન્મતારીખ, સરનામું, લાયકાત અને અનુભવ યોગ્ય રીતે ભરી, આધારકાર્ડનો ફોટો ઉપલોડ કરી Submit કરવાનું રહેશે. વધુ માહિતી માટે ટોલફ્રી હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી(જન) ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.