હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
વેરાવળ તાલુકામાં ૨૨ મધ્યાહન ભોજન સંચાલકની તદ્દન હંગામી ધોરણે જગ્યા ભરવામાં આવશે. આ માટે લાયકાત ધરાવતા ફકત સ્ત્રી ઉમેદવારોની જ અરજીઓ મંગાવવામાં આવી છે. આ પદ માટે લાયક વયમર્યાદા તા.૦૭-૦૧-૨૦૨૨ની સ્થિતિએ ૨૦ થી ૬૦ વર્ષ સુધીની છે શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ પરંતુ એસ.એસ.સી. પાસ ઉમેદવાર ન મળે તો તેવા કિસ્સામાં ધોરણ-૭ પાસ પસંદ થવા પાત્ર છે. આ પદ પર માસિક માનદ વેતન રૂ. ૧૬૦૦/- મળવા પાત્ર થશે.
આ માટે ઉમેદવારોએ મામલતદાર કચેરી, વેરાવળ(ગ્રામ્ય), સરકારી વિજ્ઞાન શાળા સામે, રાજેન્દ્ર ભુવન રોડ ખાતેથી નિયત નમુનાના અરજી પત્રક મેળવી તમામ વિગતો ભરી તથા પ્રમાણપત્રોની ખરી નકલો સાથે તા.૦૭-૦૧-૨૦૨૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા રજી,એ.ડી. ટપાલ મારફતે ઉક્ત સરનામા પર મોકલી આપવાની રહેશે.