હિન્દ ન્યુઝ, જુનાગઢ
સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા ‘પૂ. બાપુજી’ નિર્મિત ડૉ. સુભાષ એકેડેમી સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો જૂનાગઢ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી/માણાવદર ના ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડા દ્વારા ડૉ. સુભાષ ઍકેડમી નાં 45 માં વાર્ષિકોત્સવ નિમિત્તે “લોકસેવા ઉત્સવ” કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ ડો.સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલનો અધ્યતન બિલ્ડિંગ અને ‘અટલ આરોગ્ય રથ’ નું ઉદઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નાં અધ્યક્ષતા માં માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં વરદ હસ્તે કરવામાં આવ્યું.
સાથે આ પ્રસંગે નિ:સ્વાર્થ સમાજસેવા કરનાર તથા પ્રખર પુરુષાર્થ કરી ઉચ્ચ હોદ્દા પર નિયુક્તિ પામી સમાજને ગૌરવ અપાવનાર જ્ઞાતિરત્નોને સન્માનિત કરવામાં આવ્યા. ઉદઘાટન સમારોહ પૂર્વે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માન. માયાભાઈ આહીર એ તેમની વિશિષ્ટ શૈલીમાં લોકસાહિત્યની રસલ્હાણ પીરસી વાતાવરણને રણીયાત બનાવી હતી. જવાહરભાઈ ચાવડા એ માન. મુખ્યમંત્રી નું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
ડો.સુભાષ આયુર્વેદિક કેન્સર હોસ્પિટલ અધ્યતન બિલ્ડિંગ અને અટલ આરોગ્ય રથ માં. મુખ્યમંત્રી ના હસ્તે સમાજના હિત માટે લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ને માન આપી મુખ્ય અતિથિ વિશેષ માં અરવિંદભાઈ રૈયાણી (રાજ્યકક્ષા મંત્રી), દેવાભાઈ માલમ (રાજ્યકક્ષા મંત્રી), રાજેશભાઈ ચુડાસમા (સંસદ સભ્ય જુનાગઢ), રમેશભાઈ ધડુક (સંસદ સભ્ય પોરબંદર), શાંતાબેન ખટારીયા (પ્રમુખ-જિલ્લા પંચાયત જૂનાગઢ), કિરીટભાઈ પટેલ (પ્રમુખ-જિલ્લા ભાજપ જુનાગઢ), ધીરુભાઈ ગોહિલ (મેયર-જૂનાગઢ મહાનગરપાલિકા), પુનિતભાઈ શર્મા (પ્રમુખ-શહેર ભાજપ જુનાગઢ), રમાબેન ભરતભાઈ હેરભા (સેંટ ગાર્ગી સ્કુલ ના પ્રિન્સિપાલ અને સર્જન ફાઉન્ડેશન નાં મહિલા પાંખ પ્રમુખ), સુરેશભાઈ પરમાર (સ્મોલ ન્યુઝપેપર એડિટર એસો.સંસ્થાપક, એહવાલ ન્યુઝ તંત્રી અને સર્જન ફાઉન્ડેશન નાં સંસ્થાપક), શ્રીમતી ડૉ. સીમાબેન પટેલ (‘રાષ્ટ્રીય એકતા મંચ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષા, સર્જન ફાઉન્ડેશન સભ્ય), શ્રીમતી હીનાબેન રાખોલીયા (જામનગર જિલ્લા ભાજપ મંત્રી), સીમાબેન અગ્રવાલ, ત્રિવેણીબેન રાઠોડ, ધારાબેન, ડેનિસભાઈ પટેલ, વિજયભાઈ પંડ્યા તેમજ સમગ્ર સર્જન ફાઉન્ડેશન નાં પદાધિકારીઓ, સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડૉ. સુભાષ એકેડમી સ્ટાફ એ ભારે જેહમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ બાદ જવાહરભાઈ તેમજ બેનશ્રી રમાબેન હેરભા દ્વારા સમગ્ર સર્જન ફાઉન્ડેશન નાં પદાધિકારીઓ ને શ્રી ભવનાથ મંદિર તેમજ માં અંબે (ગિરનાર) નાં દર્શન કરાવ્યા હતા.
માં અંબે (ગિરનાર) નાં દર્શન બાદ ભાઈશ્રી જવાહરભાઈ ચાવડા નાં નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી સમગ્ર સર્જન ફાઉન્ડેશનનાં પદાધિકારીઓ દ્વારા ભાઈશ્રી જવાહરભાઈ આમ જ સમાજ સેવા કાર્ય કરતા રહે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવવામાં આવી.