હિન્દ ન્યુઝ,
સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આર્થિક સામાજિક જાતી આધારિત આવાસપ્લસ સર્વેની યાદી દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાના ઘરમાં નિરાંત નો શ્વાસ લે છે અને આવો અનુભવ કહે છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈરાણા ગામના લાભાર્થી જગુજી ધીરુજી જાડેજા તેમના શબ્દોમાં કહીએ તો,” મારું નામ જગુજી ધીરુજી જાડેજા છે. હું ઈરાણા ગામે રહું છું.મારી ગ્રામ પંચાયત ઈરાણા છે. મારા પિતાશ્રીને ચાર પુત્રમાં સૌથી નાનો હું છું. પિતાશ્રીનું કાચું મકાન લગ્ન પછી નાનો પુત્ર હોવાથી વરસાઈમા મને કાચું મકાન મળેલ હતું. પરિવારમાં પાંચ – હું મારી પત્ની અને ત્રણ સંતાન છે .હું ખેત મજૂર હોવાથી ગામમાં બીજું કાચું મકાન કે ખુલ્લો પ્લોટ ખરીદી શકું તેમ ન હતો. આથી ગામના અન્ય કુટુંબોના પાકા ઘર જોતા મારું કુટુંબ પણ અન્ય કુટુંબોની માફક પોતાના પાકા ઘરમાં રહેવાના સપના સેવી રહ્યા હતા હું મજુરી કરતો હોવાથી મારી તમામ મૂડી કુટુંબના ભરણપોષણ તેમજ બાળકોના ભણતર પાછળ ખર્ચાઈ જતી હોવાના કારણે ભવિષ્યમાં પાકું મકાન બનાવી શકત તેવી પરિસ્થિતિ ન હતી તેથી મારે મારા પરિવારને લઈને કાચા મકાનમાં રહેવું પડતું હતું. જેના કારણે ચોમાસામાં, શિયાળામાં તેમજ ઉનાળામા ખુબજ તકલીફ પડતી હતી. એવામાં મારા ઘરે ગ્રામસેવક દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી જેમાં અમોને ખબર પડી કે સરકાર તરફથી ગરીબ લોકોને ગામમાં કાચા મકાન ઉપર સરકાર તરફથી પાકું મકાન બનાવવાની સહાય આપવામાં આવે છે. જેમાં જાણ થઇ કે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આર્થિક સામાજિક જાતી આધારિત આવાસપ્લસ સર્વેની યાદીમાં મારા નામનો સમાવેશ થયો છે. તેમજ મારે કયા કયા કાગળો જમા કરવવાના રહે તે બાબતની મને ગ્રામ સેવક દ્વારા શાંતિથી સમજણ આપવામાં આવી ગ્રામસેવક મારફત કાચા મકાનની સહાયનું ફોર્મ ભરીને તાલુકામાં મોકલી મંજુર કરી અપાવ્યું. મને તે કાચા મકાન ઉપર વર્ષ ૨૦૨૨-૨૩ માં મારું મકાન મંજુર થયું ત્યાર પછી મારા ખાતામાં પ્રથમ હપ્તો રૂ.૩૦,૦૦૦/ બેંક ખાતામાં જમા થતા. થયેલ રકમનો ઉપાડ કરી જાતે તથા કુટુંબના સભ્યો દ્વારા આવાસની કામગીરી શરુ કરવામાં આવી અને મકાન લીન્ટલ લેવલ સુધી મકાનનું કામ લાવેલ ત્યારબાદ બીજો હપ્તો રૂ.૩૦,૦૦૦/ બેંક ખાતામાં જમા થતા. થયેલ રકમનો ઉપાડ કરી જાતે તથા કુટુંબના સભ્યો દ્વારા આવાસની કામગીરી શરુ કરવામાં આવી અને મકાન લીન્ટલ લેવલ સુધી મકાનનું કામ લાવેલ ત્યારબાદ બીજો હપ્તો રૂ.૮૦,૦૦૦/ નો મળ્યો. ત્યારબાદ મારું ઘર ધાબુ રસોડું ,શૌચાલય, બાથરૂમ સાથે પૂર્ણ કર્યું ત્યારબાદ મને ત્રીજો હપ્તો રૂ.૧૦,૦૦૦/ મળ્યો.તથા મનરેગા યોજના હેઠળ મજુરી કામ કરેલ હોય 20000/ જેટલી રકમ કામગીરીની સાથે સાથે અમારા ખાતામાં જમા થતા અમોએ ઝડપથી કામગીરી પૂર્ણ કરી તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના ગ્રામીણ હેઠળ શૌચાલયનો લાભ મને રૂ.૧૨,૦૦૦/ ની સહાય મળેલ છે ઉજવલા યોજના હેઠળ વીજ કનેકશનનો પણ લાભ મળ્યો આ માટે મારા ગામના સરપંચ તલાટી મંત્રી, ગ્રામસેવક તેમજ તાલુકા પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિસ્તરણ અધિકારીએ ખુબજ મદદ કરી અને માર્ગદર્શન આપ્યું તેમનો હું ખુબ જ આભાર માનું છું. મારું પાકું ઘર બનતા મારા કુટુંબના સભ્યો સાથે ખુશીથી રહીએ છીએ હવે હું ચિંતામુક્ત છું તેમજ બાળકો સારી રીતે ભણી ગણી શકશે અમારા કુટુંબનો સર્વાંગી વિકાસ થશે. આમ સરકારશ્રીની આ યોજના મારા અને મારા કુટુંબ માટે ખુબજ લાભદાયી નીવડી. જે તબક્કે હું એમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું