હિન્દ ન્યુઝ, મહેસાણા
તાલુકો ખેરાલુ જિ . મહેસાણા ગામ- નાની હિરવાણીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ)-૨૦૨૪ના લાભાર્થી વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામી જણાવે છે એમ,”મારું નામ વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામી નાની હિરવાણી ગામે પશુપાલન તેમજ છુટક ખેત મજુરી કરી મારું ગુજરાન ચલાવું છું. પરિવારમાં હું મારા પત્ની અને મારા ૨ સંતાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) નો લાભ મળ્યા પહેલા અમે ભાડાના મકાનમાં રહેતા હતા. ગામમાં અન્ય વિકસિત કુટુંબોના પાકા ઘર જોતા મારું કુટુંબ પણ અન્ય કુટુંબોની માફક સારા હવા ઉજાસવાળા પાકા ઘરમાં રહેવાનું મન થતુ પણ મારી તમામ મૂડી કુટુંબના ભરણ પોષણમાં ખર્ચાઈ જતી હોવાના કારણે આમો પાકું ઘર ભવિષ્યમાં બનાવી શકાય એવી પરિસ્થિતિ ન હતી. મારું ભાડાનું કાચું ઘર હોવાથી ઠંડી, ગરમી, અને વરસાદથી માર કુટુંબને પુરતુ રક્ષણ મળતું ન હતું . પરીણામે ઘણીવાર મારા કુટુંબના સભ્યો બીમારીનો ભોગ બનતા હતા. જેથી દવા-દારુ નો ખર્ચ વધી જતો હતો. મે કાચા મકાનમાં મારુ જીવન પરિવાર સાથે ગાળતો હતો એવામાં મારી ઘરે ગ્રામસેવક દ્વારા અમારા કાચા ઘર ની રુબરૂ મુલાકાત લેવામાં આવી જેમાં અમોને ખબર પડી કે સરકાર તરફ થી ગરીબ લોકોને પાકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં જાણ થઇ કે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસ પ્લસ સર્વે સર્વે ની યાદી માં સમાવેશ થયો છે.તેમજ મારે ક્યા-ક્યા કાગળો જમા કરાવવાના રહે છે તે બાબતેની મને ગ્રામ સેવક દ્વારા શાંતિથી સમજણ આપવામાં આવી. ત્યારે મને લાગ્યું કે મારું પણ મકાન બની શકે છે. કારણકે, મને મનમાં જે ડર હતો જે વાતો દ્વારા દુર થઇ ગયો. ગ્રામ સેવક મારફતે અમોને મફતગાળાનું ફોર્મ ભરાવી મફત ગાળો પણ મંજુર કરાવી અપાવેલતેમજ આવાસનું ફોર્મ ભરી ને તાલુકામાં મોકલી મંજૂર કરી આપવ્યું. વર્ષ ૨૦૨૧-૨૨ માં મારું મકાન મંજુર થયું ત્યાર પછી મારા ખાતામાં પ્રથમ હપ્તા પેટે રૂપિયા- ૩૦૦૦૦/- બેંક ખાતામાં જમા થતા જમા થયેલ રકમ નો ઉપાડ કરી જાતે તથા કુટુંબના સભ્યો દ્વારા આવાસની કામગીરી શરુ કરવામાં આવી અને સગા સબંધીઓના સહકારથી આવાસ બાધકામ ની કામગીરી લીન્ટલ લેવલ સુધી આવતા સરકાર તરફથી બીજો હપ્તો રુપિયા ૫૦,૦૦૦/- તથા આવાસ પૂર્ણ થયેથી ત્રીજા હપ્તાનાં રૂપિયા ૪૦,૦૦૦/- તેમજ મજુરી કામ કરેલ હોય રૂપિયા ૨૦૧૬૦/- જેટલી રકમ મનરેગા યોજના હેઠળ કામગીરીની સાથે-સાથે અમારા ખાતામાં જમા થતા અમોએ ઝડપથી કામગીરી પૂર્ણ કરી તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શોચાલયનો લાભ આગાઉથી મળેલ હતો તેમજ બાથરૂમ સહાયના રૂ/-૫૦૦૦/- માટે પણ તાલુકા લેવલથી પ્રોસેસ કરવામાં આવેલ છે અને ઉજ્જવલા યોજના હેઠળ વીજ કનેકશનનો પણ લાભ મળ્યો .આ માટે મારા ગામનાં સરપંચ તલાટી મંત્રી અને ગ્રામ સેવક, સગા, સંબધીએ ખુબ જ મદદ કરી અને માર્ગદર્શન આપ્યું.એમનો હું આભાર માનું છું. મારું પાકું ઘર બનતા અમારા કુટુંબનાં સભ્યો સાથે મકાનમાં ખુશીથી રહીએ છીએ . અને હું ચિંતામુક્ત છું. તેમજ બાળકો સારી રીતે ભણી – ગણી શકશે, અમારા કુટુંબના સર્વાંગી વિકાસ થશે. આમ સરકારની આ યોજના મારા અને મારા કુટુંબ માટે ખુબ જ લાભદાયી નીવડી છે.” ઉલ્લેખનીય છે કે લાભાર્થી વિશાલગીરી ભીખાગીરી ગોસ્વામીને પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રામીણ) સાથે મકાનમાં લાઈટ કનેક્શન ,ઉજજવલા યોજનાનોહેઠળ ગેસ કનેક્શન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્યનો લાભ મળેલ છે.