ગીર-સોમનાથ જિલ્લામાં “સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે “સ્વાગત ઓન લાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ યોજવામાં આવે છે. જે તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ચોથા ગુરૂવારે જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા મથકે અને તા.૨૧ફેબ્રુઆરીના રોજ ત્રીજા બુધવારે તાલુકા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ દરેક તાલુકા મથકે યોજાનાર છે. અને મુખ્યમંત્રી દ્વારા દરેક ગામે ગ્રામ સ્વાગત કાર્યક્રમ પણ શરૂ કરેલ છે. તાલુકા મથકે કે જિલ્લા મથકે લોકોને આવવું ન પડે તે માટે જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને દર મહીનાની ૧ થી ૧૦ તારીખ સુધીમાં તેમના પડતર પ્રશ્નો રજુ કરી શકશે.

જેમા જિલ્લા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પડતર પ્રશ્નો કલેકટર કચેરી,વેરાવળ-તાલાલા રોડ, મું.ઈણાજ ખાતે અને તાલુકા કક્ષાએ નિકાલ કરવા પાત્ર હોય તેવા પ્રશ્નો અરજદારે તાલુકા મામલતદારની કચેરીને તા.૧૦ ફેબ્રુઆરી સુધીમાં સીધા પણ રજુ કરી શકશે.

નોંધનીય છે કે મુદત બાદની અરજી, અસ્પષ્ટ રજુઆતવાળી અરજી, એક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજી, નામ-સરનામા વગરની અરજી, વ્યકિતગત આક્ષેપોવાળી અરજી, નીતિ-વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવા પાત્ર કેસો વાળી અરજી, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજુઆત અંગે સંબંધીત કચેરી/ખાતાનો એકપણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજુ કરેલ પ્રશ્ન, અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો વિગતોની અરજીઓ/પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી, જેથી અરજદારોએ આ પ્રકારના અરજી / પ્રશ્નો રજુ નહી કરવા.

જિલ્લા કક્ષાના પ્રશ્નો બાબતે જિલ્લા કલેકટર કચેરી, ગીર સોમનાથ, ઈણાજ ખાતે તા.૨૨/૦૨/૨૦૨૪ અને ગુરૂવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે કલેકટર સંબંધિત ખાતાના અધિકારીઓ અને અરજદારઓને સાંભળશે. જયારે તાલુકા કક્ષાના પ્રશ્નો બાબતે મામલતદાર કચેરી ખાતે તા.૨૧/૦૨/૨૦૨૪ અને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે લાયઝન અધિકારી તેમજ મામલતદાર સંબંધિત ખાતાના અધિકારીઓ અને અરજદારઓની રજૂઆત સાંભળશે.

 

Related posts

Leave a Comment