રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ ગીર સોમનાથની મુલાકાત લેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૫/૦૨/૨૦૨૪ના રોજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ તેમજ સખી, મહિલા, શિક્ષક અને યોગ શિક્ષકના પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ ખાતે મિટિંગ યોજાઈ હતી.

કલેક્ટર એ સંબંધિત વિભાગના અધિકારીઓને કાર્યક્રમનું સુચારુ અને સુનિયોજીત આયોજન થાય અને કાર્યક્રમના સ્થળે તમામ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે અંગે અંગે માર્ગદર્શિત કર્યા હતાં. કલેક્ટરશ્રીએ ડાયસ પ્લાન, મિનિટ ટૂ મિનિટ તેમજ પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયમન, ફાયર ફાઈટર, વીજ પુરવઠો જાળવવા બાબતે તેમજ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ સહિત પ્રોટોકોલ મુજબ કામગીરી કરવા અંગે શીર્ષ અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતાં.

જ્યારે અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ મિટિંગમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.જી.લાલવાણી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ડી.એસ.ગઢિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી રજિસ્ટ્રાર દશરથ જાદવ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment