ઈણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના અધ્યક્ષ સ્થાને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત સમિક્ષા બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૧૦ ફેબ્રુઆરીના રોજ યોજનાર ‘પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરી ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક યોજાઇ હતી. જેમા જિલ્લા વિકાસ અધિકારીએ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના લોકાર્પણ કાર્યક્રમ તૈયારીઓ અંતર્ગત જિલ્લામાં કુલ ચાર સ્થળે યોજાનાર કાર્યક્રમાં પાર્કિંગ, પાણીની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની વ્યવસ્થાઓની તલસ્પર્શી માહિતી મેળવીને સમીક્ષા કરી હતી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

આ મિટિંગમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દર્શના ભગલાણી, એઆરટીઓ સરવૈયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગણાત્રા, ચિટનિશ મામલતદાર ભાવેશ નાગરેચા, વેરાવળ ડેપો મેનેજર દિલીપભાઈ શામળા, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કરવાના છે. જે અંતર્ગત રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા વિસ્તારમાં યોજનાર છે જેમા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના, તાલાલા, કોડિનાર અને વેરાવળ એમ ચાર સ્થળોએ આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના લોકો સહભાગી થશે.

Related posts

Leave a Comment